નીરજ ચોપરાએ સિલ્વર મેડલ : જીત્યોભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. 26 વર્ષના નીરજે બીજા પ્રયાસમાં સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.45નો સ્કોર કર્યો. તેણે સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.
પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 92.97 મીટર થ્રો ફેંક્યો હતો. તેણે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. અરશદે 6 માંથી 2 થ્રો 90 થી વધુ ફેંક્યા. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (88.54 મીટર)ને બ્રોન્ઝ મળ્યો.
તે સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો. નીરજ પહેલા રેસલર સુશીલ કુમાર અને બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતી ચૂક્યા છે.
બીજી તરફ, ભારતીય રેસલર અમન સેહરાવતે મેન્સની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા કેટેગરીની સેમિફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેને જાપાનના રેઈ હિગુચીએ 10-0થી હરાવ્યો હતો. અમન હવે શુક્રવારે બ્રોન્ઝ મેડલ મેચ રમશે.
ફાઈનલમાં તમામ 12 ખેલાડીઓનો શ્રેષ્ઠ થ્રો
- 1. અરશદ નદીમ (પાકિસ્તાન)- 92.97
- 2. નીરજ ચોપરા (ભારત)- 89.45 મીટર
- 3. એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)- 88.54 મીટર
- 4. જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક)- 88.50 મીટર
- 5. જુલિયસ યેગો (કેન્યા)- 87.72 મીટર
- 6. જુલિયન વેબર (જર્મની)- 87.40 મીટર
- 7. કેશોર્ન વોલકોટ (ટ્રિનિદાદ અને ટોબેગો)- 86.16 મીટર
- 8. લસ્સી એટેલેટાલો (ફિનલેન્ડ)- 84.58 મીટર
- 9. ઓલિવર હેલેન્ડર (ફિનલેન્ડ)- 82.68 મીટર
- 10. ટોની કેરાનેન (ફિનલેન્ડ)- 80.92 મી
- 11. લુઇઝ મોરિસિયો દા સિલ્વા (બ્રાઝિલ)- 80.67 મીટર
- 12.એન્દ્રિ
- યન માર્ડારે (મોલ્ડોવા)- 80.10 મી